મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો !


SHARE







લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો !

મોરબી મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ખાણી-પીણી અને ફરસાણની 45 પેઢીમાં ચેકિંગ દરમ્યાન ફૂગ વાળા પીઝા રોટલા, 1 કિલો વસી નુડલ્સ, 2 કિલો મંચુરિયનનો નાશ કર્યો હતો અને વેપારીઓને નોટીસો આપવામાં આવી હતી.

મોરબીના નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ પાસે ફૂડ શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મહેન્દ્રનગર ચોકડીએ આવેલ ઉમા હોટલમાંથી 5 પેકેટ ફૂગ વાળા પીઝા રોટલા,1 કિલો વસી નુડલ્સ, 2 કિલો મંચુરિયન તો એક્શન ચાઇનીઝમાંથી 5 કિલો મંચુરીયન, 2 કિલો નુડલ્સ, 2 કિલો ભાત તેમજ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાઉભાજીમાંથી ફૂગ વાળા આદુ, વાસી કોફતા, વાવડી રોડ પર મોમાઈ ફાસ્ટફૂડમાંથી આસરે 4 કિલો મચુરીયન, 1 કિલો વાસી ભાત, ફૂગ વાળા લીંબુ, ડુંગળી, ઉમા ટાઉનશીપ સામે કુળદેવી ફાસ્ટફૂડમાંથી 3 કિલો નુડલ્સ, 2 કિલો ભાત અને 4 કિલો મંચુરીયન અને શ્રીયાંશ ફાસ્ટફૂડમાંથી 1 કિલો નુડલ્સ, 1 કિલો વાસી બેટકા અને ચટણીનો જથ્થો મળી આવ્યો હતો જેનો ફૂડ શાખાની ટીમે નાશ કર્યો હતો.




Latest News