મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શ્રીમતી જે. એલ. મહેતા વિદ્યાલય-મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ તેમજ અન્ય નશાકારક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “વ્યસન છોડો, જીવન બચાવો” ના નારા લગાવી વ્યસનમુક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. શાળાના સંચાલક શ્રી જયેશભાઈ એલ. મહેતા, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




Latest News