વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ
મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ
SHARE
મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ
મોરબીમાં ગઈકાલે સાંજથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે હળવદ તાલુકામાં સવા ઇંચ, વાંકાનેર તાલુકામાં એક ઇંચ, ટંકારા અને માળિયા તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જોકે સ્થાનિક જળાશયની વાત કરીએ તો મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમ પહેલેથી જ ઓવરફલો થઈ ગયા છે તેવામાં ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પાણી આવક થતાની સાથે જ આજે સવારે 8:00 વાગ્યાથી આ બંને ડેમના એક એક દરવાજાને ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જોકે નદીમાં પાણી છોડતા પહેલા ડેમની નીચેના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કરવામાં એલર્ટ કરવામાં આવ્યા હતા
રાજયના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી છે જેથી તંત્ર એલર્ટ મોડમાં છે તેવામાં 24 કલાકના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં પોણા બે ઇંચ, હળવદ તાલુકામાં સવા ઇંચ, વાંકાનેર તાલુકામાં એક ઇંચ, ટંકારા અને માળિયા તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની નુકશાનીને હેરાનગતિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી જો સ્થાનિક જળાશયોની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમ અગાઉ પડેલા વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયા હતા અને ગઈકાલથી ડેમના કેચમેટ વિસ્તાર તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાલમાં ડેમની અંદર પાણીની આવક શરૂ થઈ ગઈ છે જેથી કરીને આજે સવારે 8:00 થી ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે અને 299 કયુસેક પાણીની આવક સામે જાવક શરૂ કરવામાં આવી છે જોકે આ ડેમનો દરવાજો ખોલતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આવી જ રીતે મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો આજે સવારે 8:00 વાગ્યાથી અડધા ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જોકે નદીમાં પાણી છોડતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા