મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ
SHARE
મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ
છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં “ગૌમાતાને રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે અને મોરબી સહિત ગુજરાતના ૩૩ જિલ્લા અને તાલુકાથી આવી જ રીતે આવેદનપત્ર આપીને એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાતના નેજા હેઠળ અઢારે વરણ હિંદુત્વના નારાને મજબૂત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં નહિ આવે તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અઢારે વરણનું આ સંગઠન આંદોલન કરશે તે નિશ્ચિત છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”