મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી


SHARE





















મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ધાર્મિક ગુજરાતી ફિલ્મ ‘કાનો’ નિઃશુલ્ક બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછાત વિસ્તારના વડીલો, માતા-બહેનો, યુવાનો અને બાળકોએ પરિવાર સાથે આ ફિલ્મને નિહાળી હતી.

આ આયોજનનો હેતુ માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનો નહોતો, પરંતુ બદલાતી જીવનશૈલી વચ્ચે ધીમે ધીમે ઓસરતી પારિવારિક આત્મીયતા, ધાર્મિક સંસ્કાર અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. ‘કાનો’ જેવી ગુજરાતી ધાર્મિક ફિલ્મો દ્વારા ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા સંદેશને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ કહ્યું હતું કે, સમાજનું ભવિષ્ય માત્ર આર્થિક વિકાસથી ઘડાતું નથી, પરંતુ સંસ્કાર, પરિવારભાવના અને નૈતિક મૂલ્યો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. પરિવાર જ્યારે એકસાથે બેસીને ધર્મ, સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનો સંદેશ આપતી કૃતિ નિહાળે છે ત્યારે તે માત્ર મનોરંજન પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ નવી પેઢીના ઘડતરમાં પણ યોગદાન આપે છે. વધુમાં કહ્યું હતું કે, “પરિવાર જ્યાં સાથે બેસે છે ત્યાં સંવાદ જન્મે છે, સંવાદમાંથી સંસ્કાર જન્મે છે અને સંસ્કારમાંથી જ મજબૂત સમાજનું નિર્માણ થાય છે.”










Latest News