ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ


SHARE







મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ કડીયાણા ગામના પાટીયા નજીકથી પસાર થતા ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા મોરબી અને હળવદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકમાં લાગેલા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટ્રક  બળીને ખાખ થઈ ગયો હતો.

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ કડીયાણા ગામના પાટીયા પાસેથી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી હતી અને જોત જોતામાં આખો ટ્રક આગની જપેટમાં આવી ગયો હતો આ બનાવની સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા હળવદ પાલીકા અને મોરબી મહાપાલિકાના ફાયરનું એક-એક ફાયર ફાયટર ત્યાં સ્થળ ઉપર પહોંચ્યું હતું અને ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે ટ્રકમાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટ્રક અને તેમાં ભરેલો પેપરનો જથ્થો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર સળગતો ટ્રક છોડીને ત્યાંથી નાસી ગયા હતા અને ત્યારબાદ સ્થળ ઉપર હાજર રહેલા વ્યક્તિમાંથી એક વ્યક્તિ દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુ લેવા માટેની કામગીરી હાથ થઈ હતી. અને આ બનાવમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી.




Latest News