મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ


SHARE







મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ

મોરબી જિલ્લા કક્ષના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે  મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્વાગત’ (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાનો આગામી ઓગસ્ટ -૨૦૨૬ માસનો 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૫/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ ઓગસ્ટ માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ ૧૦ તારીખ સુધીમાં જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર સહી સાથે દર્શાવવા અનિવાર્ય છે નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. અને જે પ્રશ્નો અગાઉ જિલ્લા સ્વાગતમાં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. તેમજ તા ૧૦ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

'કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ

મોરબી જિલ્લાની કલાપ્રતિભાઓને બિરદાવવા અને મંચ પૂરું પાડવા માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 'કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' માં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે મહત્વના સમાચાર છે. કલા મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પૂર્વ-નિયત છેલ્લી તા. ૦૫ ઓગસ્ટ હતી, જેને લંબાવીને હવે ૩૦ ઓગસ્ટ કરવામાં આવી છે. હવે ઈચ્છુક કલાકારો અને સ્પર્ધકોએ નિયત નમૂનાનું ફોર્મ, સ્પર્ધક તથા સહાયકના આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ સાથે રાખી કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે તા. ૩૦/૦૮/૨૦૨૬ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.




Latest News