મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા


SHARE































મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા

મોરબીના વાલ્મીકીવાસ વિસ્તાર તથા હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને કુલ મળીને 16,850 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના વાલ્મિકીવાસ શેરી નં 7 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દિનેશભાઈ લાભુભાઈ વાઘેલા (63), શ્યામભાઈ ભુપતભાઈ સોલંકી (50) અને સુજલભાઈ શૈલેષભાઈ ઝાલા (19) રહે. બધા વાલ્મિકીવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે હળવદ પોલીસ દ્વારા પંચમુખી ઢોરો વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વિનોદભાઈ સાદુરભાઈ સુરેલા (54), ભરતભાઈ બળદેવભાઈ વિંછીયા (41) અને ઝાલાભાઇ હિન્દુભાઈ જાદવ (30) રહે. બધા પંચમુખી ઢોરો વિસ્તાર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4,350 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે












Latest News