મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE







ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની ખેતીની પાંચ વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને ત્યાં વાવેતર કરવામાં આવી રહ્યું હતું જેથી મહિલા દ્વારા કલેક્ટરમાં લેન્ડ ગ્રીબિંગની અગાઉ અરજી કરવામાં આવી હતી જેના આધારે ગુનો દાખલ કરવા માટેનો હુકમ થયો હતો ત્યારબાદ મહિલાની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રીબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પોલીસે આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

રાજકોટના જૂના મોરબી રોડ ઉપર ધોળકિયા સ્કૂલની સામે આર.કે. ડ્રીમલેન્ડ એ વિંગ્સ બ્લોક નંબર 302 ખાતે રહેતા દમયંતીબેન અમરસીભાઈ ચૌધરી (37) હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આજીભાઈ અમરાભાઇ ચાવડા રહે. વીરવાવ તાલુકો ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના નામે 17/1/2025 ના રોજ દસ્તાવેજ કરીને ટંકારા તાલુકાના વીરવાવ (ગણેશપર) ગામના સર્વે નંબર 569 પૈકી 23 પૈકી 2 વાડી ખેડવાણ પાંચ વીઘા જમીન લીધી હતી જે જમીન ઉપર આરોપી દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો અને ત્યાં જમીન પચાવી પાડીને વાવેતર કરવામાં આવ્યું હતું જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપી લજીભાઈ અમરાભાઇ ચાવડા રહે. વીરવાવ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને માર માર્યો

મોરબીના જેતપર ગામે તળાવની પાપાસે રહેતા અનિલભાઈ મનુભાઈ સોલંકી (30) નામના યુવાનને મોરબીમાં ત્રિકોણબાગ પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ બે થી ત્રણ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સરવર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાનને માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અફઝલ હુસેનભાઇ અજમેરી (32) નામના યુવાનને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર નજીક અજાણ્યા ઈસામ દ્વારા લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News