મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE































મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબીના લાલપર ગામ પાસે સિરામિક સીટી ખાતે રહેતી યુવતી કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી જેથી પરિવારજનો દ્વારા તેને શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ યુવતીનો કોઈ જગ્યાએથી પતો નહીં લાગતા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યુવતી ગુમ થઈ હોવાની ગુમસુધા ફરિયાદ યુવતીની માતા દ્વારા આપવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી નજીકના લાલપર ગામ પાસે સિરામિક સીટી ખાતે રહેતા જયશ્રીબેન ચંદુભાઈ ચાવડા (37) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની દીકરી સમીક્ષાબેન ચંદુભાઈ ચાવડા (20) ગત તા. 4/8 ના સવારે 11:30 વાગ્યાથી ગુમ થઈ હોવાની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે ગુમ થયેલ યુવતી પોતાના ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પાછી આવી ન હતી જેથી હાલમાં પોલીસ અને પરિવારજનો દ્વારા યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માણેકવાડા ગામે રહેતા રમેશભાઈ ચૌહાણ (35) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં નાની વાવડી ગામ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીના આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

કચ્છ મુદ્રાના રહેવાસી રાહુલ સોલંકી (25) નામના યુવાનને મોરબીના માળિયા હાઇવે રોડ પર ભરતનગર ગામ પાસે વાહન ચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે












Latest News