મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા


SHARE







મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા

મોરબીના વાલ્મીકીવાસ વિસ્તાર તથા હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને કુલ મળીને 16,850 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના વાલ્મિકીવાસ શેરી નં 7 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દિનેશભાઈ લાભુભાઈ વાઘેલા (63), શ્યામભાઈ ભુપતભાઈ સોલંકી (50) અને સુજલભાઈ શૈલેષભાઈ ઝાલા (19) રહે. બધા વાલ્મિકીવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે હળવદ પોલીસ દ્વારા પંચમુખી ઢોરો વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વિનોદભાઈ સાદુરભાઈ સુરેલા (54), ભરતભાઈ બળદેવભાઈ વિંછીયા (41) અને ઝાલાભાઇ હિન્દુભાઈ જાદવ (30) રહે. બધા પંચમુખી ઢોરો વિસ્તાર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4,350 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News