મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE





હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

હળવદ ધાંગધ્રા હાઇવે રોડ પર આવેલ વસંત પાર્કના દરવાજા પાસેથી યુવાન તેનું બાઇક લઈને જતો હતો ત્યારે કાર ચાલકે અચાનક તેની કારનો વળાંક લીધો હતો જેથી બાઇક કાર સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને હાથે, પગે તેમજ માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ  હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.

હળવદમાં આવેલ અનમોલ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ સુખદેવભાઈ હડિયલ (32)કાર નંબર જીજે 36 એસી 8376 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઇવે રોડ પર આવેલ વસંત પાર્કના દરવાજા પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 કે 8831 લઈને જતા હતા ત્યારે કાર ચાલકે અચાનક વળાંક લીધો હતો જેથી ફરિયાદીનું બાઈક તેની કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને હાથે, પગે તેમજ માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વીસીપરા ફાટક નજીક વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પરસોત્તમભાઈ લાભુભાઈ વરાણીયા (35) રહે. વીસીપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા બે શખ્સો ળી આવ્યા હતા જેથી પોલીસે અનિલભાઈ જાદવજીભાઈ અગેચાણીયા (28) અને ધુળજીભાઈ જાદવજીભાઈ અગેચાણીયા (24) રહે. બંને જૂના ઘાટીલા વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 850 રૂપિયાની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News