મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ સુગર એન સ્પાઇસ હોટલ પાસેથી પોલીસે રેડ કરીને 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રક મળી આવ્યો હતો અને 1.93 કરોડથી વધુની કિંમતના દારૂ- બિયર તથા અન્ય મુદ્દામાલ મળીને 2.18 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે તે સમયે એક આરોપીને પકડવામાં આવ્યો હતો જો કે, ખોટી બિલ્ટી આધારે પોલીસે દારૂને ગુજરાતમાં લઈ આવવાના ગુનામાં દારૂ બિયરનો જથ્થો મંગાવનારા 3 આરોપીઓની જામનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે. અને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે ટ્રક નંબર આરજે 14 જીપી 4506 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ અને બિયરનીની 31,752 બોટલો મળી આવ્યો હતો જેથી પોલીસે 1,93,47,360 ની કિંમતનો દારૂ- બિયરનો જથ્થો તેમજ 25 લાખ રૂપિયાની કિંમતનું વાહન, 3200 રૂપિયા રોકડા અને 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,18,55,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી એક આરોપી લલિતકુમાર પ્રતાપજી ખરાડીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, દારૂનો જથ્થો મંગાવનાર તેમજ વાહનના માલિક સહિત તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી

તેવામાં છેલ્લા પાંચ મહિનાથી આરોપીઓ નાસતા ફરતા હોય તેને પકડવા માટે વાંકાનેર કોર્ટ દ્વારા બીએનએસની કલમ 72 મુજબ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું અને આરોપીઓને તાત્કાલિક પકડવા માટે કડક સૂચના આપી હતી જેથી મોરબીના એસપી મુકેશ પટેલ તથા વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના ઇન્ચાર્જ પીઆઇ પી.આર સોલંકી તથા પીએસઆઇ કે.એચ. ભોચિયા અને તેઓની ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં પીએસઆઇ કે.એચ.પહોંચ્યા અને દિવ્યરાજસિંહ ઝાલાને મળેલી ખાનગી બાતમી આધારે આરોપી સુનિલ ઉર્ફે ભુતી ધનજીભાઈ ડોસાણીયા (28) રહે નાગેશ્વર પાર્ક જામનગર, રોહિત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ (43) રહે. શંકર ટેકરી જામનગર તથા સુનિલ ઉર્ફે સાગર હમીરભાઇ માણેક (31) રહે. મયુર નગર આવાસ યોજના જામનગર વાળાને જામનગર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

વધુમાં મળતી વિગત પ્રમાણે આરોપી સુનીલ સામે જુદા જુદા પોલીસ મથકોમાં આઠ, રોહિત સામે ચાર અને સુનીલ સામે એક ગુનો અગાઉ નોંધાયેલ છે. અને આ આરોપીઓએ ફૂડ સોસની ખોટી બિલ્ટી, ઇ-વેબિલ બનાવીને રજૂ કર્યા હતા અને બિલ્ટી ખોટી હોવાનું જાણતા હોવા છતાં પણ તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પૂરો આયોજિત કાવતરું કર્યું હતું અને વિદેશી દારૂના જથ્થાને ગુજરાતમાં ઘુસાડવા માટેનું કાવતરું કર્યું હોય હાલમાં પોલીસ આરોપીઓને પકડીને આ માલ કકોણે અને ક્યાંથી મોકલવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News