મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે મેન રોડ ઉપર જાહેરમાં લોકોને ખલેલ પહોંચે તે રીતે ઊંચા અવાજે ડીજે વગાડવામાં આવતું હતું જેથી ત્રાસદાય કૃત્ય કરવા બદલ ડીજે વગાડનાર તથા તેની સાથે રહેલા શખ્સ સહિત બે સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસે બંને આરોપીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દિલીપકુમાર ગેડાણી (35)હાલમાં ભંકેશ્વરસિંહ ધન્નસિંહ પવાર (38) રહે. નકલંક પાર્ક ગોકુલનગર મકનસર તથા પ્રવીણભાઈ ચકુભાઈ પંસારા (40) રહે. ભીમસર વિસ્તાર વેજીટેબલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ઉમા ટાઉનશીપ બંગલો પાસે અનંતનગર વેજીટેબલ રોડ ઉપર રહેણાંક વિસ્તાર પાસે બંને આરોપીઓ જાહેરમાં મહેન્દ્રા બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 4370 જેની કિંમત પાંચ લાખ રૂપિયા છે તે ગાડીમાં ડીજે સિસ્ટમ ફીટ કરીને ઊંચા અવાજે ડીજે વગાડતા હતા અને અન્ય લોકોને ત્રાસ આપતા હતા અને શાંતિમાં ખલેલ પહોંચાડતા હતા જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને શખ્સની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News