મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો


SHARE







કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો

મોરબીના સનાળા ગામે રહેતો યુવાન તેના મિત્ર પાસે શેરીમાં બેસવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાજર રહેલ એક શખ્સની સાથે તેને બોલવાનો પણ વ્યવહાર ન હતો તેમ છતાં આ શખ્સે યુવાનને “કેમ મારી સાથે વાત નથી કરતો પાવર આવી ગયો છે” તેવું કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને મોઢા ઉપર મૂકો મારી દીધો હતો જેથી યુવાન રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને ત્યારબાદ તેને માથાના ભાગે લાકડાનો ધોકો મારતા તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને યુવાન બેભાન થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની સનાળા ગામે રહેતા ગૌતમભાઈ ખીમજીભાઈ સોલંકી (29) નામના યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ખોડાભાઈ બોરીચા રહે. સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 6/8 ના રાત્રીના સમયે તેઓ પોતાના ઘરે હતો ત્યારે તેના મિત્ર દીપકભાઈ વશરામભાઈ સનાળીયાએ ફોન કર્યો હતો અને તેઓને બેસવા માટે શેરીમાં બોલાવ્યા હતા જેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને દિપકભાઈના ઘર પાસે બેસવા માટે ગયા હતા ત્યારે આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા પણ ત્યાં હાજર હોય અને તેની સાથે ફરિયાદીને બોલવાનો વ્યવહાર ન હતો જેથી પાંચેક મિનિટ પછી રાજુભાઈ બોરીચાએ ફરિયાદીને કહ્યું હતું કે “કેમ મારી સાથે વાત નથી કરતો પાવર આવી ગયો છે” જેથી ફરિયાદીએ તેની સાથે કોઈ વાત કરેલી નહીં અને ત્યારબાદ રાજુભાઈએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ઝઘડો કર્યો હતો અને મોઢા ઉપર ઢીકો મારી દેતા ફરિયાદી નીચે પડી ગયેલ અને ત્યારબાદ તેને માથાના ભાગે લાકડાનો ધોકો વડે માર માર્યો હતો. જેથી ઇજા પામેલ હાલતમાં યુવાન તેના ઘરે ગયો હતો અને તેને માથામાંથી લોહી નીકળી રહ્યું હતું જેથી તે બેભાન થઈ જતાં તેના પત્નીએ 108 ને બોલાવતા ફરિયાદીને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે .




Latest News