મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના મકસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેરના વાડી વિસ્તારમાં રહેતો અને કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતો યુવાન મોરબી કામ જોવા માટે આવ્યો હતો અને અહીથી તે પાછો વાંકાનેર જતો હતો ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકનસર નજીકથી યુવાનના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો ત્યારે ટ્રકની નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલ ધરમનગરમાં આરએમસી કવાર્ટર નંબર 15 માં રહેતા કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી (41)એ ટ્રક નંબર જીજે 36 એક્સ 5006 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પ્રેમજીનગર ગામ નજીકથી તેઓના ભાઈ મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી (43) પોતાનું બાઈક નંબર જીજે 36 એએસ 8758 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને બંને પગમાં ઇજાઓ થઈ હતી તથા પેટના ભાગે ટ્રકના ટાયર ફરી જવાથી ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને મુકેશભાઇનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ તેમના ભાઈ કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતા હતા જેથી તે મોરબી કામ જોવા માટે આવ્યા હતા અને ત્યાંથી પાછા જતાં હતા ત્યારે રસ્તામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓનું મૃત્યુ નીપજયું છે અને આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.




Latest News