વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી


SHARE







ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી

ટંકારામાં બાલ કૃષ્ણ લાલની હવેલીની સામેના ભાગમાં રહેતા વૃદ્ધના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ તેના ઘરની અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 98,305 નો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારામાં ડેરીનાકા રોડ બાલકૃષ્ણ લાલની હવેલી સામે રહેતા વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલ (64)એ અજાણ્યા શખ્સ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તા 5/8/26 ના રોજ રાત્રીના 12:30 વાગ્યાથી વહેલી સવારે 7:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓના રહેણાંક મકાનને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યુ હતું  અને ઘરની અંદર પ્રવેશ કરીને 5 ગ્રામની સોનાની બુટ્ટીઓ, 40 ગ્રામ ચાંદીના સાંકડા, 10 ગ્રામના ચાંદીના સિક્કા અને રોકડા 10,000 આમ કુલ મળી 98,305 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં
મોરબીમાં ખોખરા હનુમાન રોડ ઉપર કમલાબેન જમાલસિંહ (60) નામના વૃદ્ધાને રાત્રિના સમયે બાથરૂમ માટે ગયા હતા ત્યારે ત્યાં કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ કુરિયા (35) નામનો યુવાન લાલપર ગામે સ્મશાન પાસે ટ્રક ઉપરથી નીચે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News