માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ

શેર બજારમાં રોકાણ કરવાના નામે, આઇપીઓ ભરવાના નામે વિગેરે અનેક લોભામણી લાલચ આપીને લોકોની સાથે ઠગાઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેમ છતાં પણ વધુ એક વખત મોરબીના સીરામીક ઉદ્યોગપતિ આવી જ લોભામણી લાલચમાં ફસાઈ જતા તેઓની સાથે 1.54 કરોડની ઠગાઈ કરવામાં આવી છે જેમાં સીરામીક ઉદ્યોગપતિને આઇપીઓમાં રોકાણ કરીને વધુ નફો કમાવવી આપવા માટેની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી વાતો કરીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મંગાવવામાં આવ્યા હતા અને ઉદ્યોગપતિ સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઈકોન ફ્લેટની બાજુમાં સિલ્વર હાઇટ્સમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિ વિશાલભાઈ ભરતભાઈ મણવર (46)એ હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીના ફોન ઉપર અનન્ય શ્રીનિવાસન નામની મહિલા દ્વારા વ્હોટ્સ એપ કોલ અને મેસેજ કર્યા હતા અને આઇપીઓમાં રોકાણ કરી સારો નફો કમાવવા માટેની લોભામણી લાલચ અને સ્કીમ આપી હતી અને તેની સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ EXSECMAX નામની એપ્લિકેશન ફરિયાદીના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવી હતી અને 16 વેલ્થ ગ્રોથ કોમ્યુનિટી નામના વ્હોટ્સ એપ ગ્રુપની લીંક મોકલાવી ગ્રુપ જોઈન્ટ કરવા માટે થઈને ફરિયાદીને કહ્યું હતું અને આઇપીઓમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એજન્ટો નીમીને ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ રકમના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા અને ફૂલ મળીને 1,54,10,000 ની ઠગાઈ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા સિરામિક ઉદ્યોગપતિ દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે જુદા જુદા મોબાઈલ નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબરના આધારે 6 શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News