મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત


SHARE











હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત

હળવદના ઢવાણા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તાવની બીમારી હોય બીમારી સબબ તેનું મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા માનસિંગભાઈ કુશલભાઈ દુધરેજીયા (45) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરા નિકુલભાઇ માનસિંગભાઈ દુધરેજીયા (22) રહે. ઢવાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જયારે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સ્લોગન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પરિવારની સરસ્વતીસિંગે બામણીયાભાઈ કુડા નામની ત્રણ વર્ષની બાળકીને તાવની બીમારી હોય બીમારી સબબ તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની જયંતિસિંગે બામણીયાભાઈ કુડા હાલ રહે.લાલપર મોરબી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સ્ટાફના અરજણભાઈ ગારિયાએ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News