મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા


SHARE





ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લતીપર ગામે વાહન અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં બે યુવાનો ગંભીરપણે ઘવાયા હોય મોરબી બાદ રાજકોટ ખસેડાયા છે. વધુમાં મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના લતીપર ગામે પેટ્રોલ પંપ નજીક સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલા મયુર ઉ.વ.આશરે 23 અને નિલેશ પાનસીંગ ગણાવા (21) બંને રહે. લતીપરને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં પ્રાથમીક સારવાર બાદ હાલત નાજીક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે સુરજબારી (કચ્છ) ટોલનાકા પાસે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ઈમરાન આદમભાઈ માલાણી (21) રહે. માળીયા (મીં) જી.મોરબીને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

સાપ કરડી ગયો
 હળવદના રાતાભેર ગામે જયંતિભાઈ ભીમાભાઈ બોરીચાની વાડીએ રહી મજુરીકામ કરતા પરીવારની કિંજલબેન રાહુલભાઈ રાઠવા નામની છ વર્ષની બાળકીને વાડીએ તાપ કરડી ગયો હોય તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.જયારે ટંકારાના નેશડા (ખાનપર) ગામે રહેતા અર્જુન કિશોરભાઈ વસુનીયા (30)ને મનસુખભાઈ ભાડજાની વાડીએ કોઈ ઝેરી જનાવર કરડી જતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના એસપી રોડ ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા બલરામ દેવારામ પ્રસાદ (28) રહે. એસપી રોડ પાસે મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો.

આધેડ સારવારમાં
 મોરબીની ખોખાણી શેરીમાં રહેતા વિજયચંદ્ર પ્રેમશંકરભાઈ જોષી (56) નામના આધેડ તા.14ના રાત્રીના સાડા નવેક વાગ્યે કલેકટર કચેરીથી પરત ઘરે જતા હતા ત્યારે મયુર પુલ ઉપર અજાણી બસના ચાલકે તેમને હડફેટે લેતા માથામાં ઈજા પામ્યા હોય પ્રથમ સિવિલ હોસ્પિટલે અને બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જયારે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યશ અતુલભાઈ મિતલ (28)ને ત્યાં આવેલ શિવ પેલેસ નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કાર પાર્ક કરેલી ત્યાં નુકશાની થવા બાબતે ઝઘડો થયો હતો. અને બાદ મારામારીમાં ઈજા થયેલ હોય યશને સારવારમાં ખસેડાયો હતો.

વૃધ્ધ સારવારમાં
મોરબી સામાકાંઠે માળીયા ફાટકથી વસુંધરા હોટલ બાજુમાં આવેલ સીએનજી પંપ પાસે રહેતા અજયભાઇ જયંતિલાલ જાની નામના વૃધ્ધને બીમારી સબબ સિવિલે લાવવામાં આવ્યા હતા. તેઓના વાલી વારસ ન હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે ગાળાના પાટીયા પાસેના કસરીયા સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતો રાહુલ નારાયણભાઇ વાણીયા નામનો યુવાન લેબર કવાર્ટર ખાતે ફિનાઇલ પી જતા સારવારમાં ખસેડાયો હતો.

વાહન અકસ્માત
મોરબીના જસમતગઢ નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા જીવાભાઇ દેવાભાઇ સોલંકી (54, રહે. બૌધ્ધનગર ભડીયાદ રોડ, મોરબી-2)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યારે મોરબીના આમરણ બેલા ગામે સાંજે ઘરે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા રુક્શાના ઇકબાલભાઇ જામને સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના પીપળી ગામે મારુતી સોસાયટીમાં રહેતા ધનીબેન જીવણભાઇને પાડોસીએ માથામાં લાકડાનો ધોકો મારતા સારવારમાં શિવમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા તેમજ પીપળીના મારુતી પાર્ક સોસાયટીમાં રહેતા ચનાભાઇ ખીમાભાઇ ગોહિલને પણ ઘર પાસે મારામારીમાં ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે લઇ જવાયા હતા




Latest News