વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE









વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

સાયલા તાલુકાના ચોરાવીરા ગામની પરિણીતા વાંકાનેરના દેરાળા ગામે પિતા ઘરે આવેલ હતી અને ત્યાં પિતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન વર્ષાબેન ભરતભાઈ સાબરીયા (24) નામની પરિણીતાનું મોત નીપજયું હતું વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને સીજેરિયાન બાદ પેટમાં દુખાવો રહેતો હતો જેથી કંટાળીને તેને ગત તા.20-9ના રોજ તેના પિતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. અને તે મહિલાનું સારવારમાં મોત નીપજયું છે. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.  જયારે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા મગનભાઈ ખીમજીભાઈ પરમાર (40) નામના યુવાને ઘરે એસીડ પી લેતા વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
મોરબી લાતી પ્લોટમાં રહેતા સલીમ ગુલામહુસેન ભટ્ટી (42)ને હાથમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીના જુની પીપળી ગામે રહેતા અમીત ઉભડીયા (24) નામના યુવાને કોઈ કારણોસર એસીડ પી લેતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. રવાપર (નદી) ગામે દવા પી ગયેલા દિલીપ અર્જુનભાઈ નાયક (18)ને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

સગીર સારવારમાં
મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાં આવેલા અંકિત સિલીકેટ નામના કારખાનામાં ભુપેશ ધનરાજભાઈ અહારી (16) મુળ રહે. રાજસ્થાન નામના સગીરનો હાથ યુનીટમાં ક્ધવેન્યર બેલ્ટમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો. તે રાજસ્થાનથી ફરવા માટે મોરબી આવ્યો હતો. દરમ્યાન કારખાનુ જોવા આવેલ અને ક્ધવેન્યર બેલ્ટમાંથી પાઉડરની થેલી કાઢી જતા હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો.

દંપતી સારવારમાં
 હળવદના ચરાડવા ગામે આવેલ સંગમ સોસાયટીમાં રહેતા નિલેશ ગીરધરભાઈ બાવરવા (37) અને કાજલબેન નિલેશભાઈ બાવરવા (30)ને બાઈકમાં જતા સમયે કાર નંબર જીજે 13 સીબી 8383ના ચાલકે હડફેટે લીધુ હતું. જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતા હળવદ બાદ અત્રેની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. જે પૈકી કાજલબેનની હાલત ગંભીર જણાતા તેમને રાજકોટ ખસેડાયા છે.  તેમજ સામાકાંઠે નટરાજ ફાટક પાસે પગપાળા જઈ રહેલા ભુપતભાઈ છનાભાઈ દેલવાડીયા દેવીપુજક (60) નામના વૃધ્ધને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ભુપતભાઈ (રહે. ભીમસર)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News