દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત


SHARE





ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત

ટંકારાના મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ કારખાના પાસેથી યુવાન ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામના પાટીયા નજીક આવેલ ચંદન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરી કામ કરતા ભીમસિંહ છગનભાઈ ડાવર (39)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ ફિનોમેક્સ પોલીમર્સ નામના કારખાના સામેથી તેઓના સાળા સુનિલભાઈ કૈલાશભાઈ મકવાની રોડ ઉપરથી ચાલીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના સાળાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News