માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી
માળીયા મીયાણાના ખાખરેચી ગામે આવેલ પરિમલ એગ્રો નામના કારખાનામાં બારીની ગ્રીલને તોડીને અજાણ્યા શખ્સ દ્વારા અંદર પ્રવેશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ ત્યાં પાવર સપ્લાય માટે થઈને ફીટ કરવામાં આવેલા કોપર કેબલ વાયરમાંથી 268 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 1,98,930 ની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના એસપી રોડ ઉપર આવેલ ગોલ્ડન હાઇટ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 901 ખાતે રહેતા પરિમલભાઈ ભુપતભાઈ મણવર (47)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં પરિમલ એગ્રો નામનું તેલનું તેઓનું કારખાનું આવેલું છે અને કારખાનાના શેડમાં મુકેલ બારી કોઈપણ હથિયાર વડે ખોલી નાખીને લોખંડની ગ્રીલને કાપી નાખવામાં આવી હતી અને ત્યારબાદ અજાણ્યા શખ્સ દ્વારા ઓઇલ મીલની અંદર પ્રવેશ કરવામાં આવેલ હતો અને ત્યાં અલગ અલગ પેનલથી ઈલેક્ટ્રીક મોટર સુધી અને પેનલથી પેનલ સુધી ઈલેક્ટ્રીક પાવરની સપ્લાય માટે થઈને અલગ અલગ સાઈઝના કોપર કેબલ વાયર ફીટ કરવામાં આવ્યા હતા જેમાંથી 268 મીટર કોપર કેવલ વાયરને કાપીને તેની ચોરી કરવામાં આવેલ છે જેથી 1,98,930 ની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.