વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત


SHARE







ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત

ટંકારાના લતીપર રોડ પર કલ્યાણપર ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે સગા ભાઈઓને પગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એક ભાઇનું મોત નીપજયું હતું અને એક હજુ  સારવાર હેઠળ છે આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને ટંકારા પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ અલીરાજપુર જિલ્લાના બીના ગામના રહેવાસી અને હાલમાં ધ્રોલ તાલુકામાં સુધાગુના નારણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા રીછુભાઈ ભદુભાઈ કીરાડીયા (31)એ  બાઈક નંબર જીજે 36 એ 6355 ના ચાલક તેના ભાઈ કુવરિયાભાઈ ભદુભાઈ કીરાડીયા (26) રહે. હાલ ભડીયાદ ગામની સીમમાં પ્રવીણભાઈ પટેલની વાડીએ મોરબી મૂળ બીના ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારાને લતીપર રોડ ઉપર આવેલ કલ્યાણપર ગામના પાટીયા પાસેથી મૃતક કુવરિયાભાઈ પોતાના હવાલા વાળું બાઈક લઈને જઈ રહ્યા હતા અને ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે સામેના ભાગમાંથી આવતા ટ્રક નંબર જીજે 3 બીડબલ્યુ 8422 ની સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં બાઈક ચાલક કુંવરિયાભાઈ કીરાડીયાને પગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જો કે, તેને સાથે બાઈક ઉપર બેઠેલા તેના ભાઈ સુંદરીયાભાઈ ભદુભાઈ કીરાડીયા (27)ને પગમાં ગંભીર ઈજા થયેલ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન કુંવરિયાભાઈનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અસ્કમતમાં ઇજા

વાંકાનેરમાં રહેતા મનહરભાઈ પ્રભુદાસભાઈ નિમાવત (58) નામના આધેડ મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ઢુવા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં આધેડને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હત




Latest News