માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી
હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી
SHARE
હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામ પાસે બંધ પડેલ ભવાની ઓઇલ મીલના ગોડાઉનની અંદર ખેડૂતે પોતાના જીરાના જથ્થાને રાખ્યો હતો અને તેમાંથી જીરાના 102 બાચકા જેમાં 280 મણ જીરૂ ભરેલું હતું તે 10.64 લાખ રૂપિયાની કિંમતના જીરાના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના ચરડવા ગામે દેવળીયા રોડ ઉપર આવેલ રાજપૂત શેરી ખાતે રહેતા ઘનશ્યામસિંહ દેવુભા પઢિયાર (57)એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ચરાડવા ગામની સીમમાં બીસેરો સીરામીક કારખાનાની બાજુમાં ફરિયાદીની ભવાની ઓઇલ મીલના ગોડાઉનની અંદર જીરાના બાચકા ભરીને રાખવામાં આવ્યા હતા તેમાંથી 102 બાચકા જીરૂ જેમાં કુલ મળીને 280 મણ જીરાનો જથ્થો ભરેલો હતો તે 10,64,000 ની કિંમતના જીરાના જથ્થાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શક્તિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે