મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ઓ.આર.બી સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર રહેતો અને મજૂરી કામ કરતો છોટુ સંતરામ (30) નામનો યુવાન કારખાનામાં તેની ઓરડીની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેને તેનો ભાઈ અનિલભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News