વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
SHARE
વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં ટ્રકનું રીપેરીંગ કામ કરવામાં આવ્યા બાદ નટબોલ ખોલવા માટેનું પાનું ટ્રકની નીચેના ભાગમાં રહી ગયું હતું તેને લેવા માટે યુવાન ગયો હતો દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનના શરીર ઉપરથી ટ્રકના તોતિંગ ફરી ગયા હતા જેથી યુવાનને પેટ અને કમરના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાન સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મધ્યપ્રદેશના વારની ગામના રહેવાસી દિલીપ કાલુરામ પવાર (19) નામનો યુવાન ટ્રક નંબર આરજે 50 જીબી 1836 લઈને વાંકાનેર તાલુકાનાં સરતાનપર રોડ ઉપર આવેલ રીચ સીરામીક કારખાનામાં ટ્રક ભરવા માટે આવ્યો હતો ત્યારે ત્યાં સીરામીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટ્રકનું પિસ્ટન તૂટી જવાના કારણે મિસ્ત્રી મારફતે તે રીપેરીંગ કામ કરાવ્યું હતું દરમિયાન ટ્રક ચાલુ કરી એરપ્રેસર ભરતા હતા જો કે, રીપેરીંગ કામ કરવા માટે આવેલ મિસ્ત્રીનું નટબોલ ખોલવા માટેનું પાનું ટ્રકની નીચેના ભાગમાં રહી ગયું હતું અને ટ્રકને યોગ્ય રીતે બ્રેક માર્યા વગર બેદરકારી રાખીને દિલીપ પવાર ટ્રક નીચેથી પાનું લેવા માટે ગયો હતો દરમ્યાન ટ્રક અચાનક પાછળની ભાગે રડતા ટ્રકની કેબીન પાછળનું ટાયર દિલીપના શરીર ઉપરથી ફરી જતા તેને પેટ અને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી દિલીપને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે અર્ધ બેભાન હાલતમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલસિંહ હરિસિંહ સોનીગર (40) ની ફરિયાદ લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
સાપ કરડી ગયો
ટંકારામાં રહેતા ધર્મેન્દ્ર ગાયત્રીકુમાર (24) નામના યુવાનને જબલપુર ગામ પાસે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારમાર્યો
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ગોપાલ હેમભાઈ (25) નામના યુવાનને અજાણ્યા ચારેક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી