મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE











મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત

મોરબીના મકાનસર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે માળીયા મીયાણાના મોટા દહીસરા ગામ નજીક જેટકો સબ સ્ટેશન પાસે કામ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જે બંને બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામે રહેતા અજયભાઈ મેરૂભાઈ સનુરા (44) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ ધર્મેશભાઈ સનુરા તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે જયારે મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બરવાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બલુભાઈ નાયક (40) નામનો યુવાન માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામ નજીક જેટકો સબ સ્ટેશન પાસે કામ કરતો હતો ત્યારે ત્યાં તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેક આવવાના કારણે યુવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય પોલીસે તે અંગેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News