મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું
ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
ટંકારાના ગજડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની સગીર દીકરી ભૂલથી ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા દિલીપભાઈ ધાણકાની 17 વર્ષની સગીર દીકરી પિનલ ભૂલથી ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે સગીરાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાય.એચ.ચુડાસમા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુસુફ મોહમ્મદ ચાનિયા (20) નામનો યુવાન રવાપર રોડ ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી
યુવાનને મારમાર્યો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મઢુલી હોટલ પાસે હુસેન ગફુરભાઈ માલાણી (29) નામના યુવાનને ત્રણથી ચાર લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
યુવાનને મારમાર્યો
મોરબીમાં રહેતા રવિ સુરાભાઈ વાઘેલા (25) નામના યુવાન ઉપર મોરબીના જુના બસ સ્ટેશન પાસે ચારેક વ્યક્તિઓ દ્વારા ધોકા અને છરી વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી