મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
SHARE
માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
માળીયા મીયાણા તાલુકાના પંચવટી ગામના પાટીયા પાસે આવેલ બનેવીના ભંગારના ડેલે બેસવા માટે ગયેલ યુવાનેને ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (23)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકબરભાઈ સુલતાનભાઇ કટિયા રહે. ખીરઈ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પંચવટી ગામના પાટીયા પાસે આવેલ તેઓના બનેવીના ભંગારના ડેલે બેસવા માટે થઈને ફરિયાદી ગયેલ હતો જે આરોપીને સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ઝપાઝપી કરીને ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ફરિયાદીને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી તથા માથામાં પાછળના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે