મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર
ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ
SHARE
ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ
ટંકારાના ઉગમણા નાકા પાસેથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જેની તપાસ દરમ્યાન સ્થાનિક પોલીસે બાઈકની ચોરી કરનારા બે શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા સુનીલભાઈ રમેશભાઈ દંતેસરીયાના ઘર પાસેથી તેઓના બાઈક જીજે 36 એડી 2597 ની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ ટંકારા પોલીસ સ્ટેશન બાઇક ચોરીની ફરિયાદ કરી હતી જેની તપાસ દરમ્યાન પોલીસે ટંકારા નગરનાકા પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને જઇ રહેલા બે શખ્સને રોકીને તેની પૂછપરછ કરી હતી અને બાઇક લઈને નીકળેલા બંને શખ્સ પાસે બાઈકના કાગળો ન હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે પોકેટ કોપમાં સર્ચ કરતા બાઈક સુનીલભાઈ દંતેસરીયાનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપી અજય જીવણભાઈ મકવાણા (37) રહે. અમરાપર રોડ ફૂલવાડી વિસ્તાર ટંકારા અને જયરાજસિંહ કરણસિંહ ઝાલા (24) રહે. કોઠારીયા વાંકનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 15 હજારનું બાઇક કબજે કર્યું છે