મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE





હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ ધાંગધ્રા હાઈવે રોડ પર આવેલ કવાડિયા ગામની ફાટક પાસેથી યુવાન ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાબરકાંઠા જિલ્લાના વગડી ગામના રહેવાસી ધુળસિંહ સોમસિંહ મકવાણા (36)એ અજાણ્યા વાહન ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના કવાડીયા ગામની ફાટક સામે ધાંગધ્રા હળવદ હાઇવે રોડ ઉપરથી તેઓના મોટાભાઈ સેતાનસિંહ સોમસિંહ મકવાણા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના ભાઈને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અને અકસ્માત સર્જીને વાહન ચાલપોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના આમરણ ગામે રહેતા ભરતભાઈ બીજલભાઇ રૂકિયા (49) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીના ઘૂટું ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વોરા (35) તથા દેવજીભાઈ માલાભાઈ વોરા (60) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરી હતી.




Latest News