મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ


SHARE





મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ

મોરબીના વનાળીયા ગામની સીમમાં વાડી પાસે વોકળામાં તથા શહેરના બાયપાસ રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,24,800 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબીના વનાળીયા ગામની સીમમાં ખેવારીયા તરફ જવાના રસ્તા ઉપર ઈસ્માઈલભાઈ સુમરાની વાડીના વોકળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા (55) રહે. વનાળીયા, યુનુસભાઇ હાજીભાઈ સુમરા (40) રહે. વનાળીયા, જુસબભાઈ સુલેમાનભાઈ સુમરા (52) રહે. માધાપર શેરી નં. 22 મોરબી, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (52) રહે. વીસીપરા પ્રજાપતિ નડિયાદના કારખાના પાછળ મોરબી, માધવજીભાઈ ગોરધનભાઈ પાંચોટીયા (73) રહે. રવાપર રોડ નરસંગ ટેકરી પાસે અંજની એપાર્ટમેન્ટ મોરબી, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા (62) રહે. જુના સેવાસદન પાછળ રીલીફનગર મોરબી વાળાની પ્લાસ્ટિકના 70 કોયન, 80,200 રૂપિયા રોકડ, 20,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,00,700 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં ઇશાભાઈ મુસાભાઇ સુમરા રહે. વનાળીયા વાળાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુરેશભાઈ સવજીભાઈ દેલવાડીયા (50), શંકરભાઈ રમેશભાઈ કડેવાર (35), શનિભાઈ રમુભાઈ વિકાણી (19) અને અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા (36) રહે. બધા લાન્સનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 24,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News