મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ


SHARE





















મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ

મોરબી જિલ્લા સહિત છ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી સસ્તા બજાર દુકાન નજીક હોવાથી એસઓજીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યે પહોંચીને સ્થળ ઉપરથી મહિલાને ઝડપી લીધી હતી અને હદપારીના હુકમનો ભંગ કરવામાં આવ્યો હોય મહિલાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબી જિલ્લામાં આસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોને પાસા કરવામાં આવતા હોય અથવા તો તેઓને જિલ્લામાંથી હદપાર કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મૂળ રાજકોટના રૈયાધાર વિસ્તારના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા પાસે રહેતા માનુબેન રાયસીંગભાઇ વાઘેલા (30) નામની મહિલાને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂલર, જામનગર, કચ્છ ભુજ અને દેવભૂમિ દ્વારકા એમ કુલ મળીને છ જિલ્લામાંથી હદપાર કરવામાં આવી હતી અને આ મહિલા ઢુવા ચોકડી નજીક સસ્તા બજાર દુકાને સામે હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જઈને તે મહિલાને પકડી હતી અને મોરબી જિલ્લામાં હદપારીના હુકમનો ભંગ કરવા સબબ તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે










Latest News