મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE





અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાં શેડ ઉપર ચડીને કામ કરતા સમયે પતરું તૂટવાના કારણે યુવાન નીચે ટકાયો હતો જેથી તેને માથાના ભાગે તથા શરીરે ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જ્યારે માટેલ રોડ ઉપર આવેલ સેનેટરીના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતુ આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ વાંકાનેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ વાંજાવાસના રહેવાસી અને હાલમાં મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આનંદ હોટલની પાછળના ભાગમાં રહેતા શૈલેષભાઈ હસમુખભાઈ લકુમ (34) નામનો યુવાન વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ બ્રાનેટ ગ્રેનાઈટો નામના કારખાનામાં શેડના પતરા ઉપર ચડીને ત્યાં કામ કરતો હતો ત્યારે સિમેન્ટનું પતરું તૂટ્યું હતું જેથી કરીને ઊંચાઈ ઉપરથી યુવાન નીચે પટકાતાં તેને માથા અને શરીરે ગંભીર જા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ટોરિસ સેનેટરી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા નાજમીનખાન બુરેખાન મન્સૂરી (18) નામના યુવાને કોઈપણ કારણોસર ટોરીસ સેનેટરી કારખાનામાં ગળાફસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News