મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત


SHARE





















મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત

મોરબીમાં સરદાર બાગની સામેથી હાઇવે સુધી જતાં રોડ ઉપર અનેક ખાડા છે જેથી કરીને વિદ્યાર્થીઓએ તેમજ દર્દીઓ સહિતના હેરાન થાય છે માટે મોરબીના કન્યા છાત્રાલય રોડને વહેલી તકે આરસીસી રોડ બનાવવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ સંગઠનના મંત્રીએ મહાપાલિકાના કમિશનરને રજુઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી તથા ઉપપ્રમુખ જોડિયા તાલુકા રાજપુત સમાજ સુરપાલસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્રાલય રોડ જે હાઇવે સુધી પહોંચે છે તે રોડ અતિબિસ્માર હાલતમાં છે જેથી વાહન ચાલકો સહિતના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડે છે ઉલેખનીય છે કે, આ રોડ ઉપર પાંચ સ્કૂલ-પ્લે હાઉસ, બે હોસ્પિટલ આવેલા છે જેથી ત્યાં સતત ટ્રાફિક રહે છે અને વિદ્યાર્થીઓએ તેમજ દર્દીઓ સહિતના હેરાન થાય છે આટલું જ નહીં પરંતુ રોડ ખરાબ હોવાથી વાહન સ્લીપ થવાના પણ બનાવો  બને છે. અને નાના મોટા અકસ્માતો પણ થયા છે જેથી લોકોની સુખાકારી માટે વહેલી તકે આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.










Latest News