મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ?


SHARE





મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ?

સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ઉપર લોકમેળાની રાહ જોતાં હોય છે જો કે, મોરબીના મહાપાલિકા દ્વારા કોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, જુદીજુદી 6 જગ્યાઓ ઉપર ખાનગી 6 લોકમેળાના આયોજન  કરવામાં આવેલ છે

જન્માષ્ટમીના પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે ત્યારે લોકમેળાના ઠેરઠેર આયોજન થતા હોય છે અને તેમાં લોકો ફજેત, ફાળકા સહિતની રાઇડોમાં બેસવાની મજા માણતા હોય છે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું મોરબી પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી જો કે, મોરબીના લોકોને મેળાની મોજ મળે તે માટે થઈને એક કે બે નહીં પરંતુ 6 ખાનગી લોકમેળાનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે આજથી મોરબી શહેરમાં જુદાજુદા 6 ખાનગી મેળા શરૂ થયા છે જેમાં મોરબીના બાયપાસ રોડ ઉપર યંગ ઈન્ડિયા ગ્રૂપ ક્રિષ્ના મેળાનું આયોજન કરાયું છે જેમાં અવનવી રાઈડ તેમજ સ્ટોલ તેમજ લોકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પના રાખવામા આવેલ છે આ ઉપરાંત મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, મહેન્દ્રનગર ચોકડી પાસે, કુબેર ટોકીઝના મેદાનમાં, પરશુરામ પોટરીના મેદાનમાં તેમજ લીલપર કેનાલ રોડ ઉપર આવેલ રમકો બંગલો વાળા મેદાનમાં ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આમ મહાપાલિકાએ ગત વર્ષની જેમ ભલે આ વર્ષે પણ લોકોના મનોરંજન માટે મેળાનું આયોજન ન કર્યું હોય પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, રાઇડ્સ થોડી મોંઘી પાડશે પરંતુ જુદીજુદી 6 જગ્યા ઉપર લોકો મેળાની મજા માણી શકશે ખરા.




Latest News