મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
SHARE
મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
સાતમ-આઠમના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મિશન ન્યૂ ઇન્ડિયા–મોરબી ટીમ દ્વારા સેવાકીય પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની નાનકડી ભેટ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં મયુરભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા ધ્રુવભાઈ જારિયા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. મિશન ન્યૂ ઇન્ડિયા ટીમનું માનવું છે કે કોઈ વ્યક્તિને આપવામાં આવતી મદદ કે સન્માનનો પ્રચાર તેની ઓળખ જાહેર કરીને કરવો જરૂરી નથી. આ સેવાકીય પ્રવૃત્તિ અંગેના સમાચાર અને તસવીરો પ્રસિદ્ધ કરવાનો હેતુ કોઈ વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવાનો નહીં, પરંતુ સમાજના અન્ય લોકો,ને પણ આવી માનવતાભરી પ્રવૃત્તિઓ માટે પ્રેરણા મળે તેવો છે.









