મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ


SHARE































ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ

મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો કેમ્પર ગાડીને પોલીસે રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાં શીટની નીચેના ભાગમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની 1248 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, ગાડી અને મોબાઈલ ફોન મળીને 6.33 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને 2 આરોપીની ધરપકડ કરેલ છે અને એક શખ્સની શોધખોળ ચાલી રહી છે.

મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઈ જે.ડી.ઝાલા તથા તેઓની ટીમ પ્રોહી ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ હકિકત આધારે આધારે મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાના નગરનાકા પાસેથી બોલેરો કેમ્પર ગાડી નંબર જીજે 3 બીવી 9752 પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરતા આ ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપ ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના અલગ અલગ બ્રાન્ડના 1248 ચપલાઓ જેની કિંમત 3,27,840 અને ગાડી નંબર 3 લાખ તેમજ 5,500 ન 2 મોબાઇલ ફોન આમ કુલ મળીને 6,33,340 મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી દશરથભાઇ હરકનભાઇ રબારી (30)રહે. રામપુરા છોટા જિલ્લો બનાસકાંઠા અને બાબુરામ જવાનાજી ભાડકા (45) રહે. જારડા ગામ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મહેન્દ્રભાઇ બાબુરામ રબારી રહે. પાલ કુડા રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણેય શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News