ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
SHARE
ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી આવતી 9 તારીખના રોજ યોજવાની છે ત્યાર પહેલા ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારો માર્કેટયાર્ડની ચૂંટણીના ચૂંટણી અધિકારી તથા કલેકટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ખેડૂત પેનલ તથા વેપારી પેનલમાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવતા મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે જરૂરી છે. અને જો મતદારોની ગુપ્તતા નહીં જળવાઈ તો આગામી સમયમાં આંદોલન કરવાની અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચોંકી ઉચ્ચારી છે.
મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને બગથળા ગામના રહેવાસી ખેડૂતો સતિષભાઈ ભાણજીભાઈ મેરજા દ્વારા હાલમાં મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યું છે અને ખેડૂત પેનલમાંથી તેઓ ચૂંટણીના લડી રહ્યા છે ત્યારે સોમવારે ટંકારાના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ નયનભાઇ આઘારા તેમજ વિજયભાઇ કોટડીયા, કે.ડી.પડસુંબિયા. રાજુભાઇ કાવર, નથુભાઈ કડીવાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો તેમજ મોરબી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવારો અને માર્કેટયાર્ડની ચૂંટણીના ચૂંટણી અધિકારી તથા કલેકટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
જે રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી માર્કેટ યાર્ડની ગત ચૂંટણીમાં જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેઓના મતદાનની ગુપ્તાનો ભંગ કરવામાં આવેલ છે અને તેઓને યેનકેન પ્રકારે ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા જેથી યાર્ડની ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોમાં ભય છે અને તેઓની ગુપ્તતા જળવાઈ અને ભયમુક્ત વાતાવરણમાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેના માટેની માંગ કરવામાં આવી હતી.વધુમાં ટંકારાના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ કહ્યું હતું કે, લોકશાહીમાં મતદારો ચુંટણીમાં પસંદગીના ઉમેદવારને પોતાનો કિંમતી અને પવિત્ર મત આપીને ચૂંટી કાઢવા માટે સ્વતંત્ર હોય છે જોકે યાર્ડની ગત ચૂંટણીમાં જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેની પ્રિન્ટ કાઢીને તેના આધારે મતદારોને યેનકેન પ્રકારે ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા જેથી મતદારોના ગુપ્ત મતદાનના અધિકારનો ભંગ કરવામાં આવ્યો હતો જો આ વખતે આવું કૃત્ય કરવામાં આવશે આગામી સમયમાં આંદોલન કરાશે અને સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ કરવામાં આવશે. જેથી મોરબી માર્કેટ યાર્ડની તા. 9/9 ના રોજ યોજના ચૂંટણીમાં મતદારો નિર્ભય બનીને મતદાન કરે તેના માટે થઈને તેઓએ મીડિયા મારફતે અપીલ પણ કરી હતી. અને મતદારોને કઈ રીતે દબાવવા અને ધમકાવવામાં આવે છે તે બાબતના તેઓની પાસે પુરાવા છે જેને લઈને તેઓ ગાંધીનગર બજાર સમિતિના નિયામક અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરશે.









