મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ


SHARE





















મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ

મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરને બે દિવસ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેઓને સારવાર માટે હાલમાં રાજકોટ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તેઓની તબિયત સુધારા ઉપર છે.

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં-9 ના કોર્પોરેટર નુતનબેન વિડજાને ગત નોમના દિવસે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને હાલ તેમની તબિયત સુધારા ઉપર છે વધુમાં તેઓના પતિ હસુભાઈ વિડજા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, તેઓના પત્નીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાની જાણ થતાં મહાપાલિકાના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો દ્વારા તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને તા. 7/9 ના રોજ નુતનબેન વિડજાનો જન્મદિવસ હોય સહુ કોઈએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.










Latest News