મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


SHARE































મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પાસા (PASA) કાયદા હેઠળ કડક અટકાયતી હુકમો કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના એસપીની દરખાસ્તોના આધારે ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન દારૂની ગેરકાયદે હેરફેર સાથે સંકળાયેલા ૩ બુટલેગર સામે કાર્યવાહી કરી જેલહવાલે કરાયા છે. જેમાં મોરબી શહેર 'એ' ડિવિઝન હેઠળ આશરે ૧ કરોડના દારૂની હેરાફેરીમાં સંકળાયેલ હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬૦ લાખના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકાનો સમાવેશ થાય છે. આ ત્રણેયની પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે જેથી ત્રણેય આરોપીને પકડીને સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે












Latest News