મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે
મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન
SHARE
મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન
મોરબીમાં દર વર્ષે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે લીલપર રોડ ઉપર આવેલ કલસિક પાર્ટી પ્લોટ ખાતે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે
મોરબી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા તથા તેઓના ભાઈ અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશનના નેજા હેઠળ શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૭ વર્ષથી મોરબીમાં શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ૧૮ મા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને તા ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી મોરબીના લીલપર રોડ ઉપર આવેલ કલસિક પાર્ટી પ્લોટ ખાતે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને ત્યાં દરરોજ સાંજે ૭:૦૦ અને રાત્રે ૯:૦૦ કલાકે મહા આરતી કરવામાં આવશે જેથી કરીને મોરબીના નગરજનોને સહપરિવાર સિદ્ધિવિનાયક કા રાજા ગણેશજીના દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.