મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ


SHARE































મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ભંગારનો ડેલો ધરાવતા યુવાન અને તેના ભાગીદારને કોપરનો ભંગાર આપવા માટે થઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની પાસેથી બેન્ક એકાઉન્ટમાં 15,98,720 મેળવી લેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો જેથી યુવાન અને તેના ભાગીદારની સાથે ઠગાઈ કરવામાં આવી હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણ આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામે ઘુટુ રોડ ઉપર આઈટીઆઈની બાજુમાં આવેલ તુલસી પાર્કમાં રહેતા હરિલાલ વિરુજી ગુર્જર (42)એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. ઇન્દીરાનગર મોરબી, ઇરફાનભાઇ રહે. નાના ખીજડીયા ટંકારા, કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટ નંબર 9050354347 ના ધારક તેમજ ઈમ્તિયાઝભાઈ, મયુરભાઈ અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મહેન્દ્રનગર ગામ પાસે ફરિયાદીનો ભંગારનો ડેલો આવેલો છે અને ફરિયાદી તથા સાહેદ અંકિતભાઈ ભંગારની લે વેચનો ધંધો કરતા હોય તેઓની સાથે ઠગાઈ કરવા માટે આરોપીઓએ એકબીજા સાથે મળીને કાવતરું કર્યું હતું અને નિતેશભાઇ તથા ઇરફાનભાઇએ અન્ય આરોપીઓના એજન્ટ બનીને ફરિયાદી તથા સાહેદને કોપરનો ભંગાર વેચાણ આપવા માટે વિશ્વાસમાં લીધેલા હતા અને ફરિયાદી અને સાહેદ પાસેથી કુલ મળીને 15,98,720 રૂપિયા કોપરનો ભંગાર આપવા માટે થઈને મેળવી લેવામાં આવી હતી જોકે ત્યારબાદ કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો અને ઠગાઈ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. ઇન્દિરાનગર મોરબી, ઇરફાનભાઇ કાસમભાઈ ઉઠમણા રહે. નાના ખીજડીયા ટંકારા તથા કમલેશભાઈ જગજીવનભાઈ સિંદલ રહે. દેવ પાર્ક સર્વોપરી સ્કૂલની બાજુમાં મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે. અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News