હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ
Breaking news
Morbi Today

હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો


SHARE





હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો

હળવદમાં ઘર પાસે ગટર ઉભરાતી હોય આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ સહિતના સ્થાનિક વ્યક્તિઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નગરપાલિકાના બે મહિલા સફાઈ કર્મચારી અંદર હોવાની જાણ હતી તો પણ નગરપાલિકાનું શટર બંધ કરી દીધું હતું જેથી ત્યાં હાજર રહેલા સફાઈ કામદારોને ગભરામણ થવા લાગી હતી છાતીમાં દુખાવો લાગ્યો હતો અને આમ કરવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે છે તેની જાણકારી હોવા છતાં પણ સરકારી કચેરીનું શટર બંધ કર્યું હતું અને રાજ્ય સેવકોની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેથી આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના ચોત્રાફળી વિસ્તારમાં રહેતા નિસર્ગભાઈ વિક્રમભાઈ ધામેચા (28)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તેમજ હળવદ તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્ય ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી રહે. સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ, પારસભાઈ રજનીભાઈ મહેતા રહે. કરાચી કોલોની હળવદ અને પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડા રહે. સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે , સિદ્ધિવિનાયક સોસાયટીમાં આરોપીના ઘર પાસે ગટર ઉભરાતી હતરી જેથી આરોપીઓએ હળવદ નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં પાલિકાના શટરને તાળા મારી દીધા હતા ત્યારે કચેરીમાં બે મહિલા સફાઈ કામદાર હાજર છે તેવી આરોપીઓને જાણકારી હતી તો પણ તેઓને બહાર નીકળવા દીધા ન હતા અને નગરપાલિકાનું ટર બંધ કરી દીધું હતું જેથી કરીને અંદર રહેલા સફાઈ કામદારોને ગભરામણ થવા લાગી હતી તેમજ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને આ કૃત્ય કરવાથી લોકોનું મૃત્યુ થઈ શકે છે તેવી જાણ હોવા છતાં પણ પાલિકાનો દરવાજો નહીં ખોલીને નગરપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી હાલમાં નગરપાલિકાના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત ત્રણ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News