વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો


SHARE





મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ મહાદેવના પટાંગણમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં શિવ દર્શન સાથે મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો આવ્યા હતા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે શ્રાવણી અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે લોકો શિવ દર્શન અને ત્યાં મંદિરમાં આવેલ પારસ પીપળાને પિતૃ તર્પણ માટે પાણી ચડાવે છે પછી મેળાની મજા માણતા હોય છે. આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ઊંચા ચકડોળ, આકાશઝૂલા, ડ્રેગન રાઇડ્સ સહિતની રોમાંચક રાઇડ્સ તથા ગ્રામીણ હસ્તકળાની ચીજવસ્તુઓ, રમકડાં તેમજ અવનવી વસ્તુઓના સ્ટોલ્સ રાખવામા આવ્યા હતા જેનો સહુ કોઈએ લાભ લીધેલ હતો. આ મેળા અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે રફાળેશ્વર મહાદેવનો પૌરાણિક મેળો મોરબીની ભવ્ય સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલો છે.




Latest News