મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત


SHARE









ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત

ટંકારાના મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ કારખાના પાસેથી યુવાન ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામના પાટીયા નજીક આવેલ ચંદન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરી કામ કરતા ભીમસિંહ છગનભાઈ ડાવર (39)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ ફિનોમેક્સ પોલીમર્સ નામના કારખાના સામેથી તેઓના સાળા સુનિલભાઈ કૈલાશભાઈ મકવાની રોડ ઉપરથી ચાલીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના સાળાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News