મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો
SHARE
મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો
મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ રોમર એસ્ટેટ પ્રમુખ સ્ટીલ નામના ગોડાઉનની ઓફિસ પાસેથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી 30 હજારના બાઈકની ચોરી થઈ હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી અને આ ગુનામાં એલસીબીની ટીમ દ્વારા સમર્પણ હોસ્પિટલ નજીકથી ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી માટે આરોપી તથા મુદ્દામાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે
મૂળ પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ આલાપ પાર્ક સોસાયટી બ્લોક નંબર 212 ખાતે રહેતા દેવજીભાઈ અમરશીભાઈ જેઠલોજા (60) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની સામેના ભાગમાં રોમર એસ્ટેટ પ્રમુખ સ્ટીલ નામના ગોડાઉનની ઓફિસ પાસે ફરિયાદીના ભત્રીજા પ્રદીપભાઈ જેઠલોજા રહે. જ્યોતિ પાર્ક રવાપર મોરબી વાળાએ પોતાનું બાઈક નંબર જીજે 3 એફઆર 9809 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી 30,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની વૃધ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં ચોરાઉ બાઈક સાથે આરોપી ગૌતમભાઈ મગનભાઈ બોચિયા (28) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી માટે આરોપી તથા મુદામાલા બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવેલ છે.