મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

 

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું જે અંગે નોંધાવાયેલ ફરિયાદની તપાસ ચલાવીને તાલુકા પીઆઇ ઘેટીયા દ્વારા ગણતરીના દિવસોમાં આરોપી ખેતમજુરી કરતાં અજય જાલમસિંગ તાડ (22) મુળ ચો.ટાંડાખેડા, તા. સરદારપુર, જી. ધાર મધ્ય પ્રદેશવાળાને ભોગ બનનાર સાથે પકડી પાડ્યો હતો. ભોગ બનેલ સગીરાને પરિવારજનોને સુપ્રત કરી આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો અને તાલુકા પોલીસે આગાળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારી
ધ્રોલ સ્વામીનારાયણ ગેસ્ટ હાઉસની પાસે રહેતા વિજયભાઇ ચંદુભાઇ દેવીપૂજક (40)ને ઘરે પત્ની સાથે ઝઘડો થતાં પત્નીએ ધોકો મારતા સારવારમાં સિવિલે લવવામાં આવ્યા હતા તેમજ માળીયા (મીં.) ક્ધયાશાળા પાસે મારામારીમાં ઇજા થતાં મુરાદભાઇ ઇલ્યાસભાઇ કટીયા (37, રહે. માળીયા)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો તેમજ ટંકારાના નસીતપર ગામે વાડી વિસ્તારમાં રહેતી હંસાબેન જુવાનસિંહ ભીલ નામની યુવતીએ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

મહિલા સારવારમાં
રાજકોટ જય કિશાન સોસાયટીમાં રહેતા મોનાબેન ચંદ્રેશકુમાર ગોહેલ (37)ને ઘરે મારામારીમાં ઇજા થયેલ હોય પ્રથમ વાંકાનેર બાદ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેરના ગરીયા ગામે વાડીએ ઝેરી જનાવર કરડી જતાં અંજુબેન અજીતભાઇ સરવૈયાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી. તેમજ થાનના વિજડીયા ગામે રહેતા ખમ્માબેન રૈયાભાઇ હેમુભાઇ સારદીયાએ ઘરે દવા પી લેતા તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વૃધ્ધ સારવારમાં
ટંકારાના હડમતીયા ગામે રહેતા રાજુભાઇ ભુરાસિંગ સોલીવાએ પોતાની વાડીએ હડમતીયા ગામે ઝેરી દવા પી લેતા સારવાર માટે અહીંની સીવીલે લાવવામાં આવ્યા હતા જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા શ્રધ્ધાબેન મુકેશભાઇ જોષીને ઘરે બાથરુમમાં ચક્કર આવતા પડી ગયા હોય માથામાં ઇજા થયેલ હતી જેથી અહીંની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ કાંતિ જયોત પાર્ક સામે બાઇક સ્લીપ થતાં સાસરે 35 થી 40 વર્ષના અજાણ્યા યુવાનને અત્રેની સિવિલે સારવારમાં લવાયો હતો અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો. જ્યારે થોડા દિવસો પહેલા અહીંના રફાળેશ્ર્વર ગામે યોજાયેલા મેળામાં સ્ટોલ-ટેબલ રાખવા બાબતે ઝગડો થયો હતો.જેમાં શામજી બાબુભાઇ જોલાપરા,  વાલજી પરસોતમ જોલાપરા અને ચિરાગ પરસોતમ (ઉ.વ.15, રહે. ત્રણેય રફાળેશ્ર્વર, તા. મોરબી)ને ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઇ જવાયા હોય તાલુકા પોલીસે નોંધ કરી હતી જે બનાવની બીટ જમાદાર બળદેવભાઇ દેત્રોજાએ તપાસ કરી હતી.




Latest News