મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત તા. ૨૩-૯-૨૦૨૬ એ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર, તા. મોરબી નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં નાગરિકોને વિવિધ રોગો માટે નિઃશુલ્ક નિદાન અને સારવારની સાથે આયુર્વેદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કૅમ્પમાં ૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન આપવામાં આવશે. હરસ, મસા અને ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે ,સાંધાના દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા. તેમજ ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ. જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય એચ. એમ. જેતપરીયા  અનુરોધ કર્યો છે.




Latest News